tag:blogger.com,1999:blog-4370296292015987782024-02-09T01:55:09.909+05:30Gujarati SahityaHumanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-437029629201598778.post-61115694016903159262009-02-23T21:10:00.003+05:302009-10-25T21:12:11.862+05:30ફરિયાદ કેમ કરે?આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?

જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,

તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,

તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,

તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,

તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,

વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-2711606499155044752009-02-14T21:06:00.004+05:302009-10-25T21:08:43.823+05:30આગમન આપનું જીન્દગીમાંઆગમન આપનું જીન્દગીમાં ક્ષણીક હશે એ ખબર નો'તી,

યાચમન આપના પ્રેમ નું જીન્દગી ભર હશે એ ખબર નો'તી,

અમે તો ચલવાં નાં હતા ફક્ત ફૂલો ની જ રાહ પર,

પરન્તું પ્રીત માં આપની ફકત કંટકો જ હશે ખબર નો'તી...

તમન્નાઓ દિલમાં જ દફનાવી દેવી પડશે એ ખબર નો'તી,

હૈયાં થી ધબકાર જૂદો થશે ક્યારેક એ ખબર નો'તી,

શ્વાસ માં અમારા આપની પ્રીતની મહેક ભરી જીવવું હતું,

તમારી પ્રીતની મહેક વગર જ મરવું પડશે એ ખબર નો'તી....

પ્રીત નું આપની મારે ઝેર પીવું પડશે એ ખબર નો'તી,

પીધા પછી ઝેર આટલું બધું કડવું હશે એ ખબર નો'તી,

અમારે તો તમારી આંખોના સમંદર માં જ ડૂબવું હતું,

તમારા દર્શન માટે પણ આટલું તરસવું પડશે એ ખબર નો'તી...Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-18197375640631011162009-02-05T21:02:00.004+05:302009-10-25T21:04:37.198+05:30એક સુંદર સમી સાંજેએક સુંદર સમી સાંજે, હતા આપ મુજ સંગાથે,

મ્રુગસમ ઊછળતાં - કુદતાં, કુદરતનાં દિવ્ય ખૉળે.

દિલમાં કુંપળ સમ ઉછરતાં કેટલાંયે બેકાબુ વિચારો એની જાતે.

તન સખીઓ સંગે, મન તુજ સંગે, વિહ્વ્ળ્તા મુજ ઝળકે અંગે

કાંટો એક ચુભ્યો મુજ હાથે, ત્વરાથી એ ઝાલ્યો તુજ હાથે,

નાજુક્તાની ચરમસીમાએ,કાંટો નીકળી ગયો મ્રુદુતાથી હળ્વે.

તેં થામેલો હાથ કેમ છોડાવું? મન મુંઝાયું થોક-થોક શરમે,

ના તું છોડે ના હું છોડાવું ,લજામણી સી હું લથબથતી પ્રેમની ધારે.

લજજાના ટશિયાં ફુટે નયને,અનગિણત ધબક મુજ હૈયે,

આ પળ અહી રોકાઈ જાય, હું ભરી લઉં મન એના સ્પર્શે.

સ્પંદનોના સરકતા નગરે,આ અણગમતું આ કોણ ડોકાયું?

હં...હવે સમજાયું,આ મિલન-પ્રસંગ તો રચાયો શમણે.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-466354398807750832009-01-23T23:41:00.003+05:302009-09-12T23:44:22.313+05:30જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશેએ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,

એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,

એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-21460954384033694962009-01-14T23:37:00.005+05:302009-09-12T23:39:46.339+05:30હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએઆ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી

એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’

દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-77800205942265270822009-01-05T23:34:00.004+05:302009-09-12T23:36:26.289+05:30નયનને બંધ રાખીનેનયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે

તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો તો આપણો એક જ

મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ

નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,

ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે

તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છેHumanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-84295591301562485712009-01-01T23:30:00.004+05:302009-09-12T23:33:56.041+05:30શાંત ઝરૂખે વાટ નિરખતીશાંત ઝરૂખે વાટ નિરખતી

રૂપની રાણી જોઇ હતી

મેં એક શહજાદી જોઇ હતી...

એના હાથની મહેંદી હસતી’તી,

એની આંખનું કાજળ હસતું’તુ,

એક નાનું સરખું ઉપવન જાણે

મોસમ જોઇ મલકતું’તુ.

એના સ્મિતમાં સો સો ગીત હતાં,

એની ચુપકીદી સંગીત હતી,

એને પડછાયાની હતી લગન,

એને પગરવ સાથે પ્રીત હતી.

એણે આંખના આસોપાલવથી,

એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,

જરા નજરને નીચી રાખીને,

એણે સમયને રોકી રાખ્યો’તો.

એ મોજાં જેમ ઉછળતી’તી,

ને પવનની જેમ લહરાતી’તી,

કોઇ હસીને સામે આવે તો ,

બહુ પ્યારભર્યું શરમાતી’તી.

તેને યૌવનની આશિષ હતી,

એને સર્વ કળાઓ સિધ્ધ હતી,

એના પ્રેમમાં ભાગીદાર થવા,

ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે

એ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી;

ત્યાં પગરવ સાથે પ્રીત નથી.

ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,

ને ઉર્મિઓના ખેલ નથી.

બહુ સૂનું સૂનું લાગે છે,

બહુ વસમું વસમું લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમિકા,

કે ન્હોતી મારી દુલ્હન,

મેં તો એને માત્ર ઝરૂખે

વાટ નીરખતી જોઇ હતી.

કોણ હતી એ નામ હતું શું ?

એ પણ હું ક્યાં જાણું છું ?

એમ છતાંયે દિલને આજે

વસમું વસમું લાગે છે,

બહુ સૂનું સૂનું લાગે છે...Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-79454993474968910492008-12-23T11:47:00.004+05:302009-09-11T11:50:23.882+05:30અધુરા લાગ્યા!ધરતી ને ભીજવતા આજે વરસાદ અધુરો લાગ્યો,

મજિલ પામવાના આજે સપના અધુરા લાગ્યા.

મળવાનુ થયુ આપણુ થયુ એ રીતે કે,

આપણા મિલન માટે આ જનમ અધુરા લગ્યા.

પુછુ તો હુ કઇ રીતે તારા ધ્વાર સુધી ના રસ્તા,

એ પુછવા માટે તો આ દુનિયા અધુરી લાગી.

માગુ તો હુ માગુ કોની પાસે,

તને માગવા માટે તો આ ભગવાન પણ અધુરા લાગ્યા.

તારી યાદૉમા તડપવુ હતુ મારે,

પણ આજે મારી આખો ના આસુ અધુરા લાગ્યા......Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-32740656026673640832008-12-14T11:45:00.002+05:302009-09-11T11:47:11.604+05:30જિવવા માટે પણ સમય નથીદરેક ખુશી છે અહિ લોકો પાસે

પણ હસવા માટે સમય નથી

દિવસ-રાત દોડતી દુનિયા મા

જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે

પણ મા ની મમતા માટે સમય નથી

બધા સંબંધો તો મરી ગયા જાણે

પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ

મિત્રતા માટે સમય નથી

પારકા ઓ ની શું વાત કરવી

પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે

પણ સુવા મટે સમય નથી

દિલ છ ગમો થી ભરેલું

પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા

કે થાકવા નો પણ સમય નથી

પારકા અહેસાનો ની શુ કદર કરીએ

જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ

શુ થશે આ જિંદગી નુ

દરેક પળે મરવા વાળા ને

જિવવા માટે પણ સમય નથી.....Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-55846558300364416732008-12-05T11:40:00.004+05:302009-09-11T11:44:22.263+05:30છાનું રે છપનું કંઇ થાય નઇછાનું રે છપનું કંઇ થાય નઇ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને

પરદામાં રાખીને સાસુ નણંદને

ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ

નણદી ને નેપૂર બે એવા અનાડી

વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી

આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇHumanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-62643425278124179572008-11-23T11:35:00.006+05:302009-09-11T11:40:17.052+05:30ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમનાઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,

ઊંઘમાંથી મારાં સપનાં જાગે,

સપનાં રે લોલ વ્હાલમનાં.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ,

ઝૂલતાં ઝોકો લાગશે મને,

કૂદતાં કાંટો વાગશે મને,

વાગશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું રે લોલ,

વાડને વેલે વાલોળપાપડી વીણશું રે લોલ.

વીંઝતાં પવન અડશે મને,

વીણતાં ગવન નડશે મને,

નડશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-11658904043284794252008-11-14T12:32:00.004+05:302009-09-09T12:34:57.200+05:30દિવસો જુદાઈના જાય છેદિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,

મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,

ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !

તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-59805450290793160502008-11-05T12:28:00.004+05:302009-09-09T12:32:00.501+05:30વાર નથી લાગતીજીતનો જલસો માનવાની ઉતાવળ ન કર

જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર

કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર

કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે

આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતીHumanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-58221984789081451842008-10-23T12:24:00.007+05:302009-09-09T12:26:45.266+05:30ઘડપણ નુ ઘરકહુ છુ જવાની ને પાછી વળી જા...

કહુ છુ જવાની ને પાછી વળી જા

કે ઘડપણ નુ ઘર મારુ આવી ગયુ છે

મન ને ન ગમતું ઘડપણ નુ ડહાપણ પણ

તન તારુ સગપણ ભુલાવી રહ્યુ છે

કહુ છુ જવાની ને

મન ની સ્થિતી હંમેશા આશિક રહી છે

મન ની સ્થિતી હંમેશા આશિક રહી છે

ને કાલે જ મે કોઈને માશુક કહી છે

કાલે જ મે કોઈને માશુક કહી છે

ફરી પાછા મળશું પાગલ થવાને

હમણા તો ડહાપણ ભાઈ સતાવી રહ્યું છે

કહુ છુ જવાની ને

મોહબ્બત તો મારો હક છે જનમ નો

મોહબ્બત તો મારો હક છે જનમ નો

ને સાથી હતો ને રહ્યો છુ સનમ નો

સાથી હતો ને રહ્યો છુ સનમ નો

ઘડપણ ને કહું છુ કે માફી દઈ દે

મોહબ્બત થી મુજને ભાઈ ફાવી ગયું છે

કહું છુ જવાની ને પાછી વળી જા

કે ઘડપણ નુ ઘર મારું આવી ગયું છેHumanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-82612686460255145852008-10-14T12:20:00.002+05:302009-09-09T12:23:16.710+05:30મા બાપને ભૂલશો નહિભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-3886981346954417172008-10-05T12:02:00.003+05:302009-09-09T12:06:58.329+05:30સ્કૂલ ચલે હમઆ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે,

પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું,

સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું ?

ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારે ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0tag:blogger.com,1999:blog-437029629201598778.post-31238012759734669842008-09-23T09:45:00.001+05:302009-09-09T11:43:43.479+05:30About UsAll of the Gujarati reader want to read more & more Gujarati material.

Here you read your favourite gujarati sher shayari, ghazal, lokgit, balgit, bhajan etc...

We doing our best try to give you more and more material in gujarati.Humanhttp://www.blogger.com/profile/15344310473975817418noreply@blogger.com0