Showing posts with label છાનું રે છપનું કંઇ થાય નઇ. Show all posts
Showing posts with label છાનું રે છપનું કંઇ થાય નઇ. Show all posts

05 December, 2008

છાનું રે છપનું કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને

ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ
નણદી ને નેપૂર બે એવા અનાડી

વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ
 

Copyright © 2009 Gujarati Sahitya. All rights reserved.